Search
Close this search box.

માનવ જીવનના દરેક ક્ષેત્રે આવશે ક્રાંતિ, જાણો શું-શું બદલાઈ જશે – News18 ગુજરાતી

દેશમાં 5G સર્વિસ લોન્ચ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત પ્રગતિ મેદાનમાં આયોજિત સમારોહમાં આ સેવા લોન્ચ કરી. આ સમારોહમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 5G દેશના દરેક સેક્ટરને પ્રભાવિત કરશે અને ટેક્નોલોજી તેમજ સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં આ ક્રાંતિનું વાહક બનશે. 5જી ઈન્ટરનેટની સ્પીડની રીતે ક્રાંતિકારી સાબિત થવા જઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 4જીના મુકાબલે 5જી સ્પીડ 10 ઘણી વધુ છે. આઓ જાણીએ કે 5જી આવ્યા પછી દેશમાં શું-શું બદલાઈ જશે અને આશા છે…

● 5Gની ડાઉનલોડ સ્પીડ મહત્તમ 10 Gbps સુધી જઈ શકે છે. એનાથી લાંબા અને હાઇક્વોલિટી વીડિયોઝ ખૂબ જ ઓછા સમયમાં ડાઉનલોડ થઈ જશે. 3D વીડિયો પણ બફરિંગ વિના ડાઉનલોડ થશે.

● હાઈ સ્પીડના કારણે વેબસાઈટ પણ ઝડપથી ખુલશે અને વીડિયો કોલમાં કોઈ અડચણ નહીં આવે.

● 5G ઓનલાઇન ગેમિંગની દુનિયાને બદલી નાખશે. 5G ની સ્પીડ ગેમિંગ અનુભવને સારો બનાવશે. વર્ચ્યુઅલ રિયાલિટી સેક્ટરમાં તેજી જોવા મળશે.

● આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), રોબોટિક્સ જેવા ઈનોવેશનના ક્ષેત્રમાં 5G ઘણી મદદ કરશે.

● 5G શિક્ષણથી લઈને આરોગ્ય સુધીના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. ઓનલાઈન ક્લાસ, ડિસ્ટન્સ એજ્યુકેશન અને હોસ્પિટલોમાં સારવાર અને ઓપરેશનમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આવશે. અભ્યાસમાં રિસર્ચને પ્રોત્સાહન મળશે.

● ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રીમાં પણ ક્રાંતિકારી ફેરફારો જોવા મળશે. ડ્રોન અને સેન્સર ટેક્નોલોજીનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવશે. દેશમાં ડ્રોન ડિલિવરી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. હવે તેને 5G સાથે વધુ સ્પીડ મળશે.

આ પણ વાંચો:  
5G તો લોન્ચ થઈ ગયુ પણ તમારા ફોનમાં ચાલશે કે નહીં? જાતે જ કરી લો ચેક

● શાસન પ્રશાસન સાથે જોડાયેલા કામ પણ ઝડપથી થશે. સરકાર દરેક સેવાને ડિજિટલ સ્વરૂપ આપવામાં લાગેલી છે. આનાથી સરકારી યોજનાઓનો લાભ લેવાથી લઇ ફરિયાદો સુધીની પ્રક્રિયા ઝડપી બનશે.

● લગભગ દરેક ક્ષેત્રની કંપનીઓ ક્લાઉડ સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. એનાથી કંપનીઓનું આંતરિક કાર્ય સરળ બનશે અને તેમના ગ્રાહકોનો અનુભવ પણ વધુ સારો થશે.

● 5G પ્રતિ વર્ગ કિમી કનેક્શનની ક્ષમતામાં પણ 10 ગણો વધારો કરશે. હવે પ્રતિ વર્ગ કિમીમાં 10 લાખ કનેક્શન હશે જે 4Gમાં 1 લાખ છે.

● આમતો દેશમાં એક-બે વર્ષ પહેલા 5G ફોન ઉપલબ્ધ થવાનું શરૂ થઇ ગયું હતું, પરંતુ હવે સેવાની શરૂઆત સાથે, 5G ફોનના વેચાણમાં જબરદસ્ત વધારો થવાની ધારણા છે.

● 5G ઓટોમેટિક અથવા ઈન્ટરનેટ આધારિત સિસ્ટમને મોટું પ્રોત્સાહન આપશે. ઘરોમાં ઈન્ટરનેટ આધારિત ઓટોમેટિક ઉપકરણોનો ઉપયોગ વધશે.

આ પણ વાંચો:  
5G તો ડિજિટલ કામધેનુ છે! દેશનાં દરેક ખૂણે મળશે ફાસ્ટ ઇન્ટરનેટ: મુકેશ અંબાણી

● 5G ટેક્નોલોજીના નિર્બાધ કામકાજને કારણે દેશની અર્થવ્યવસ્થાને 2023 અને 2040 વચ્ચે આશરે 36 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થવાનો અંદાજ છે.

● ભારતમાં ટેલિકોમ ક્રાંતિનું નેતૃત્વ કરનાર કંપની Reliance Jio દાવો કરે છે કે દેશની 5G સેવા વિશ્વમાં સૌથી મોટી અને સૌથી વધુ વિકસિત હશે. કવરેજથી લઈને ક્ષમતા અને ખર્ચ સુધી, ભારતની 5G સેવા વિશ્વમાં શ્રેષ્ઠ હશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Sanata News
Author: Sanata News

Follow US

Find Us on Social Medias

લોકપ્રિય સમાચાર

  • digitalgriot
  • buzzopen
  • buzz4ai
  • marketmystique
  • digitalconvey