ઢાકા: બાંગ્લાદેશમાં બ્રિટિશ કાળના એક હિન્દુ મંદિરમાં દેવી દેવતાની મુર્તિને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા નુકસાન પહોંચાડવાની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે અને મોટાપાયે શોધખોળ ચાલી રહી છે.
એક સ્થાનિક સમાચાર પોર્ટલના જણાવ્યા અનુસાર મંદિર સમિતિએ અધ્યક્ષ સુકુમાર કુંડાના હવાલે જણાવ્યુ હતું કે બાંગલાદેશના ઝેનાઇદાહ જિલ્લાનાં દોતિયા ગામમાં કાલી માનાં મંદિરમાં અધિકારીઓને ખંડિત મુર્તિનાં ટુકડા મળ્યા હતા. મુર્તિનો ઉપરનો ભાગ મંદિર પરિસરથી અડધો કિલોમીટર દૂર રસ્તે પડેલો મળ્યો હતો.
પૌરાણિક કાળથી હિન્દુઓનું પૂજા સ્થળ
સુકુમાર કુંડાએ જણાવ્યુ હતું કે મંદિર બ્રિટિશ કાળથી હિન્દુઓનું પૂજા સ્થળ રહ્યું છે. આ ઘટના બાંગલાદેશમાં 10 દિવસની વાર્ષિક દુર્ગા પુજા ઉત્સવ સમાપ્ત થયાના 24 કલાકમાં જ બની હતી.બાંગ્લાદેશમાં પુજા ઉત્સવ પરિષદનાં મહાસચિવ ચંદનાથ પોદ્દારે PTI ને જણાવ્યુ હતું કે આ ઘટના ઝેનાઇદાહ જિલ્લાનાં દોતિયા ગામનાં મંદિરમાં રાત્રે બની હતી.
આખા દેશમાં દસ દિવસ આ ઉત્સવની ઉજવણી
ઢાકા યુનિવર્સિટીમાં ગણિતનાં પ્રોફેસર એવા પોદ્દારે જણાવ્યુ હતું કે આ ઘટના દુર્ભાગ્યપુર્ણ છે અને આખા દેશમાં દસ દિવસ આ ઉત્સવની ઉજવણીમાં કોઈ અવ્યવસ્થા ઊભી થઈ નથી. ઝેનાઇદાહ પોલીસનાં સહાયક અધિક્ષક અમીરકુમાર બર્મને જણાવ્યુ હતું કે આ મામલે કેસ નોંધાવવામાં આવ્યો છે અને સંદીગ્ધોની શોધ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
દેવી દેવતાઓનું સન્માન કરું છું, હાથ જોડીને લોકો પાસે માફી માગું છું: કેજરીવાલના મંત્રીએ પલ્ટી મારી
બાંગ્લાદેશમાં 16 કરોડ 90 લાખની વસ્તીમાં 10 ટકા હિન્દુઓની વસ્તી
આ ઘટનાને બાદ કરતા આખા દેશમાં દુર્ગા પૂજાનો ઉત્સવ શાંતિપૂર્વક મનાવવામાં આવ્યો હતો. આખા દેશમાં દસ દિવસ આ ઉત્સવની ઉજવણીમાં કોઈ અવ્યવસ્થા ઊભી થઈ નથી. જો કે ગત વર્ષે 6 લોકોનાં દુર્ગા પૂજા ઉત્સવમાં મોત થયા હતા. બાંગ્લાદેશમાં 16 કરોડ 90 લાખની વસ્તીમાં 10 ટકા હિન્દુઓની વસ્તી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર