01
પ્રયાગરાજ : હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એટલે શ્રાવણની (Sawan 2022) શરૂઆત થઇ ગઇ છે. શિવાલયમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ મહિનામાં (Sawan month)અમે તમને અનોખા શિવ મંદિર વિશે જણાવી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશના (uttar pradesh)પ્રયાગરાજના શિવકુટી વિસ્તારમાં ભગવાન શિવનું અનોખું મંદિર છે. જ્યાં એક-બે નહીં પણ 288 શિવલિંગ સ્થાપિત છે. જેને શિવ કચહરીના (Shiv Kachari Temple)નામથી ઓળખવામાં આવે છે. અહીં આવનાર શિવ ભક્ત પોતાની ભૂલોને ભગવાનના કાનમાં કહીને ઉઠક બેઠક કરીને માફી માંગે છે.