01
આંધ્ર પ્રદેશના (Andhra Pradesh)વિશાખાપટ્ટનમમાં (visakhapatnam)બે દિવસ પહેલા ગુમ થયેલી પરિણીત મહિલા મામલે નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે. આ મહિલા પોતાના બોયફ્રેન્ડ (boyfriend)સાથે નેલ્લૂરમાં ફરતી જોવા મળી હતી. ભારતીય નૌસેના અને તટરક્ષક બળે ગુમ મહિલા દરિયામાં ડુબવાની આશંકાને કારણે 36 કલાક ઓપરેશન ચલાવ્યું હતું અને તેને શોધ કરવામાં લગભગ એક કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા હતા. ગુમ મહિલાની શોધ માટે એક હેલિકોપ્ટર અને 3 જહાજ લગાવ્યા હતા.