મુંબઈ : પાત્રા ચોલ ભૂમિ કૌભાંડ મામલામાં (Patra Chawl land scam case)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (Enforcement Directorate-ED)અધિકારી રવિવારે શિવસેનાના (shiv sena)નેતા સંજય રાઉતના (sanjay raut)ઘરે પહોંચ્યા છે. મની લોન્ડ્રીંગ મામલામાં પૂછપરછ માટે ઇડીએ મોકલાવેલા સમન્સ (sanjay raut ed summons)છતા સંજય રાઉત એજન્સી સામે હાજર રહ્યા ન હતા. સંજય રાઉતને આ પહેલા 20 જુલાઇએ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ તલબ કર્યા હતા. રાઉતે પોતાના વકીલોના માધ્યમથી જાણ કરી હતી કે તે સંસદ સત્રના કારણે 7 ઓગસ્ટ પછી ઇડી સામે હાજર રહી શકે છે.
ઇડીની આ કાર્યવાહીને લઇને સંજય રાઉતે ટ્વિટ કર્યું કે મહારાષ્ટ્ર અને શિવસેના લડતા રહેશે. ખોટી કાર્યવાહી, ખોટી સાબિતી..હું મરી જઇશ પણ શિવસેના છોડીશ નહીં. હું આત્મસમર્પણ કરીશ નહીં. મારું કોઇ કૌભાંડ સાથે લેવા દેવા નથી.
“Maharashtra and Shiv Sena will continue to fight,” tweets Shiv Sena leader Sanjay Raut as Enforcement Directorate conducts a search at his Mumbai residence pic.twitter.com/jOi3l6JCab
— ANI (@ANI) July 31, 2022
આ પણ વાંચો –
ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં, રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર હંગામો
મુંબઈની પાત્રા ચોલના પુર્નવિકાસ સાથે જોડાયેલી કથિત અનિયમિતાઓ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ મામલાના સંબંધમાં ઇડી સંજય રાઉતની કથિત સંલિપ્તતાની તપાસ કરી રહી છે. આ પહેલા ઇડીએ સંજય રાઉત અને તેમના પરિવાર સાથે જોડાયેલા આઠ ભૂખંડો અને મુંબઈના દાદર ઉપનગરમાં એક ફ્લેટને મની લોન્ડ્રીંગ કેસ અંતર્ગત જપ્ત કર્યો હતો. એપ્રિલમાં ઇડીએ પોતાની તપાસ અંતર્ગત સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના બે સહયોગીઓની 11.5 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ અસ્થાયી રુપથી કુર્ક કરી હતી. આ આખી ઘટના મુંબઈમાં એક ચાલીના પુર્નવિકાસ સાથે જોડાયેલ 1034 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસ તપાસથી સંબંધિત છે.
Mumbai | Enforcement Directorate officials at Shiv Sena leader Sanjay Raut’s residence, in connection with Patra Chawl land scam case pic.twitter.com/gFYdvR89zU
— ANI (@ANI) July 31, 2022
શિવસેનાના સંજય રાઉતની આ મામલે 1 જુલાઇના રોજ પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ અધિકારીઓ લગભગ 10 કલાક પૂછપરછ કરી હતી. મની લોન્ડ્રીંગ એક્ટની અપરાધિક ધારાઓ અંતર્ગત નિવદન નોંધ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર