સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ (Love) હોવો જરૂરી છે. પરંતુ ઘણી વખત લોકો પ્રેમમાં આંધળા બની તમામ સીમાઓ ઓળંગી જાય છે, જે બીજાની જિંદગી બગાડી નાંખે છે. આવો જ એક કિસ્સો હાલમાં જ ઉત્તર પ્રદેશના (uttar pradesh)ઔરૈયાથી (Auraiya) સામે આવ્યો છે. જેમાં એક પરિણીત મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા (wife killed husband with her lover) કરી નાંખી હતી. બે મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. યુવતી કોઈ બીજાના પ્રેમમાં હોવાથી તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
જાણકારી મુજબ, ઔરૈયા કોતવાલીમાં એક લાશ મળી હોવાની માહિતી પોલીસને મળી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસને હાઇવેની બાજુમાં આવેલા પ્લોટમાં એક યુવાનની સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો એક યુવક ગુમ થયાનો રિપોર્ટ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે ગુમ થયેલા યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. મૃતક યુવકના ભાઈએ જાલૌન જિલ્લાના સિહારી માધોગઢ ગામના રહેવાસી લાશની ઓળખ કરી હતી. મૃતકના ભાઈએ પોતાના રિપોર્ટમાં ભાભી અને પ્રેમી પર ભાઈ ગુમ થયાની શંકા વ્યક્ત કરી હતી. આ આધારે ઔરૈયા અને ઈટાવા પોલીસ બંને તેમની શોધખોળમાં લાગી ગયા હતા.
આ પણ વાંચો –
કેકના સ્પાર્કલ કેન્ડલમાં બ્લાસ્ટ, 10 વર્ષના બાળકની જીભ અને ગાલ ફાટી ગયા, ઘણા ટાંકા આવ્યા
આ રીતે કરી કરપીણ હત્યા
એક બાતમીના આધારે પોલીસે મુરાદગંજ બ્રિજ નીચેથી પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા યુવકે તેનું નામ થાના બિધુનાનો રહેવાસી પ્રદ્યુમનકુમાર પ્રજાપતિ હતું. સાથે જ યુવતી થાના ફ્રેન્ડ્સ કોલોની ઈટાવા જિલ્લાની રહેવાસી છે. પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે, તેના પતિ આસિફની 17 જુલાઈના રોજ બંનેએ હત્યા કરી હતી. આસિફને કપડાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ લાશને રસ્તાની બાજુમાં બાઉન્ડ્રી વોલ પાસે ફેંકી દીધી હતી અને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.
પરિવારે જબરદસ્તી કરાવ્યા હતા લગ્ન
તેમની પત્ની શહરાબાનોએ જણાવ્યું હતું કે, તેમના લગ્ન મે મહિનામાં આસિફ સાથે જાલૌન જિલ્લાના માધવગઢ ખાતે થયા હતા. પરંતુ લગ્ન પહેલા પ્રદ્યુમ્ન સાથે એક વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. તેની મરજી વિરુદ્ધ પરિવારે જાલૌનમાં આસિફ સાથે તેના લગ્ન કર્યા હતા. એક દિવસ આસિફને પ્રદ્યુમ્ન અને તેના પ્રેમ સંબંધની ખબર પડી હતી. જે બાદ તે બંને વચ્ચે અડચણ રૂપ બનવા લાગ્યો. એટલા માટે જ તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને આસિફને મારવાનો પ્લાન બનાવ્યો હતો. તે પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગવાની કોશિશ કરી રહી હતી પરંતુ તે પહેલા જ પોલીસના હાથે પકડાઈ ગઈ હતી.
આ રીતે ખૂલ્યો ભેદ
ડેપ્યુટી એસપી સુરેન્દ્ર નાથ યાદવે જણાવ્યું હતું કે, બાતમીદારની માહિતી પર એક યુવક અને એક યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા, એક સડેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોલીસે ઓળખી કાઢ્યો ત્યારે તે આસિફ નામની વ્યક્તિની હતી. તે ઘણા દિવસોથી ગુમ હતો અને પરિવારે ઔરૈયા કોતવાલીમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ગુમ થયેલા યુવકની ઓળખ માટે પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર