અમદાવાદઃ નાગપુરમાં સીએનજીની કિંમતોમાં વધારા પછી અહીં સીએનજી વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે કારણે કે આ વધારા સાથે શહેરમાં સીએનજીની કિંમતો પેટ્રોલ કરતા પણ વધી ગઈ છે. નવા ભાવ વધારા સાથે અહીં સીએનજીની કિંમતો પ્રતિ કિલો 116 રુપિયા પહોંચી ગઈ છે. જોકે તમને જણાવી દઈએ કે નાગપુરમાં સીએનજી જ નહીં પરંતુ પેટ્રોલ અને ડીઝલ પણ ખૂબ જ મોંઘા ભાવે મળે છે. વર્તમાન સમયમાં નાગપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 106 રુપિયા છે. જ્યારે પાછલા 10 દિવસમાં ડીઝલની કિંમતોમાં 0.14 રુપિયાના વધારા સાથે ડીઝલ 92.75 રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
Stock Marketમાં કમાણી માટે થઈ જાવ તૈયાર, જાણીતા દિગ્ગજે કહ્યું – ‘ટૂંકમાં જ બનાવશે નવો હાઈ’
સીએનજીની કિંમતોમાં આટલા વધારાનું કારણ
તમને જણાવી દઈએ કે નાગપુર જેવા મોટા શહેરમાં સીએનજીના ફક્ત ત્રણ જ પમ્પ છે. આજના સમયે નાગપુર માટે ગુજરાતમાંથી LNG મંગાવવામાં આવે છે. જેને પ્રોસેસ કરીને સીએનજીમાં ફેરવવામાં આવે છે. આ કારણે નાગપુરમાં દેશના અન્ય શહેરોની સરખામણીએ સીએનજીનો ભાવ સૌથી વધુ હોય છે. નાગપુરમાં જે ત્રણ સીએનજી પંપ છે તે પ્રાઈવેટ કંપનીઓના છે, જેના કારણે નાગપુરમાં સીએનજી ઈંધણ પર આ કંપનીઓની મોનોપોલી છે.
MC30 Smallcap: આ સ્મોલકેપ ફંડે ભારે જોખમ છતા કરાવી તગડી કમાણી, શું તમે પણ કર્યું છે રોકાણ?
સીએનજીના ભાવમાં થઈ શકે છે ઘટાડો
નાગપુરના સીએનજી પંપ અધિકારીઓનું માનીએ તો નાગપુર સુધી ગેસ પાઈપ લાઈન નાખવાનું કામ શરું છે. જે પૂરું થવામાં છે અને તેના બાદ શહેરમાં સીએનજીની કિંમતોમાં રાહત આપવામાં આવી શકે છે. હાલના સમયમાં દિલ્હીમાં સીએનજીની કિંમતો 75.61 રુપિયા પ્રતિ કિલો છે જ્યાં ડીઝલ પ્રતિ લિટર 89.62 અને પેટ્રોલ પ્રતિ લિટર 96.72 રુપિયામાં મળી રહ્યું છે.
Stock Market Today: આજે બજારમાં કેવો ટ્રેન્ડ રહેશે તે માટે આ 10 બાબતો જાણી લેવી જોઈએ
ગુજરાતમાં પણ અદાણી સીએનજીમાં ભાવ વધારો
મહત્વનું છે કે ગુજરાતમાં પણ અદાણી ગેસ દ્વારા ગઈકાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ પોતાના સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા સીએનજી ગેસમાં પ્રતિ કિલો 1.99 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 85.89 રુપિયા પહોંચી ગયો છે. સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થતો રહેતો હોવાથી સીએનજી કીટ ફીટ કરાવનારા લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર