ઈસ્લામમાં મોહરમનું ખૂબ મહત્વ છે. આ વખતે મોહરમની શરૂઆત 31 જુલાઈથી થઈ છે, જેની 10 તારીખને યૌમ-એ-આશુરા કહેવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસૈનની શહાદત પર શોક મનાવે છે. આમ તો મુસ્લિમ સમુદાયને મોહરમ સાથે જોડવામાં આવે છે, પરંતુ બિહારના કટિહાર જિલ્લામાં હિન્દુ સમુદાયના લોકો દાયકાઓથી મોહરમ ઉજવણી કરે છે.
હિન્દૂઓ દ્વારા થતી મોહરમની ઉજવણી પાછળનો કિસ્સો ખૂબ જ રસપ્રદ છે. ગામલોકોનું કહેવું છે કે પૂર્વજોએ આપેલા વચનો આજ સુધી પાળવામાં આવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આવનારી પેઢી પણ કોમી એખલાસની આ પરંપરાને ચાલુ રાખશે અને એક હિન્દુ મિત્રએ એક મુસ્લિમ મિત્રને આપેલા વચનને પૂર્ણ કરશે
કટિહારના હસનગંજ બ્લોકના મોહમ્મદિયા હરિપુરમાં હિન્દુ સમુદાયના લોકો ડર વર્ષે મોહરમની ઉજવણી કરે છે. દાસકાઓથી આ પરંપરા છે. જેના પાછળનું કારણ જણાવતા સ્થાનિક ગ્રામજનો શંકર સાહ અને રાજુ સાહ કહે છે કે, તેમના પૂર્વજોએ તે સમયે ગામમાં રહેતી વકાલી મિયાંને દર વર્ષે મોહરમની ઉજવણી કરવાનું વચન આપ્યું હતું. એ જ વચન પાળવા હજી પણ મહોરમનું ઝુલુસ કાઢવામાં આવે છે.
ગામના રહેવાસી સદાનંદ તિર્કીના જણાવ્યા અનુસાર, તે સમયે લોકો બહારથી આવીને ગામમાં સ્થાયી થઈ રહ્યા હતા, ત્યારે એકમાત્ર મુસ્લિમ ઘર વકાલી મિયાંનું હતું. ધીરે ધીરે તેમના 7 પુત્રોનું બીમારીને કારણે અવસાન થયું હતું. જ્યારે વકાલી મિયાંએ આ દુઃખ સાથે ગામ છોડ્યું, ત્યારે ગામલોકોએ તેમને વચન આપ્યું કે આ મઝાર પર મોહરમ હંમેશા મનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ગામ હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર છે અને વકીલ મિયાંના ગયા પછી 1200ની વસતી ધરાવતા આ ગામમાં કોઈ મુસ્લિમ પરિવાર બચ્યો નથી. આવી સ્થિતિમાં હિંદુઓ આ ગામમાં મોહરમની ઉજવણી કરી રહ્યા છે.
મહમદીયા હરિપુર ગામમાં હિન્દુ સમાજના લોકો મુસ્લિમોની જેમ જ મોહરમની ઉજવણી કરે છે. તેમાં મોટી સંખ્યામાં હિન્દુ મહિલાઓ પણ સામેલ થાય છે. હિન્દુ સમુદાયના લોકો મઝાર પર ચાદર ચઢાવે છે. ઈમામ હુસૈનની શહાદતને યાદ કરતા નારા પણ લગાવવામાં આવે છે અને ફતિહાનું પઠન પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, સમગ્ર ગામમાં તાજીયાનું ઝુલુસ પણ કાઢવામાં આવે છે.
આ ગામના લોકો કહે છે કે અમે બધા અહીં એક સાથે મોહરમ ઉજવીએ છીએ. તેની ચર્ચા દૂર દૂર સુધી થાય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ પરંપરા સાદાઈથી નિભાવતા હતા. આ વખતે ફરીથી મોહરમ સમગ્ર પારંપારિક રીતે મનાવવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર