તિરુવનંતપુરમ : કેરળ હાઇકોર્ટે (Kerala High Court)તલાકના એક કેસમાં સુનાવણી કરતા માનસિકતા ક્રુરતાને ( Mental Cruelty)લઇને ટિપ્પણી કરી છે. કેરળ હાઇકોર્ટે (High Court)પત્નીની અન્ય મહિલાઓ સાથે સરખામણી કરવી પણ માનસિક ક્રુરતાની શ્રેણીમાં ગણી છે. કેરળ હાઇકોર્ટે એ પણ કહ્યું કે પતિ તરફથી તે તેની આશા પર ખરી ઉતરતી નથી તેવા સતત મેણા મારવા પણ માનસિક ક્રુરતા છે. કેરળ હાઇકોર્ટે આ ટિપ્પણી તલાકના એક મામલામાં સુનાવણી કરતા કરી હતી.
બતાવવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિએ કેરળ હાઇકોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી હતી. તે વ્યક્તિના લગ્ન 2019માં થયા હતા. બન્ને વચ્ચે સુલેહનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. આ પછી મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો.
મહિલા તરફથી પતિની ક્રુરતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ અનિલ કે નરેન્દ્રન અને જસ્ટિસ સીએસ સુધાની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે પત્નીની કોઇ બીજી મહિલા સાથે સરખામણી કરવી માનસિક ક્રુરતા છે. પત્ની પાસે આ સહન કરવાની આશા કરી શકાય નહીં.
આ પણ વાંચો –
પત્નીથી પરેશાન બનીને પતિએ કરી આત્મહત્યા, મોત પહેલા video બનાવી કર્યા ગંભીર આક્ષેપો
મહિલાએ કેરળ હાઇકોર્ટમાં એ પણ કહ્યું કે તેનો પતિ સતત એ કહીને પ્રતાડિત કરી રહ્યો હતો કે તે ક્યૂટ નથી. તે તેની આશા પ્રમાણે નથી તેનાથી તેને નિરાશા થાય છે. કોર્ટે આ મામલામાં મધ્યસ્થતા પણ કરાવી અને મધ્યસ્થ મોકલીને પતિ-પત્નીને સાથે લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
કોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ કહ્યું કે જ્યારે પતિ-પત્ની એક વખત અલગ થઇ જાય છે તો આ અલગાવ વધારે સમય સુધી રહે છે. પછી બન્નેમાંથી કોઇ તલાક માટે અરજી દાખલ કરે તો માનવામાં આવે કે લગ્ન તૂટી ગયા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર