ઉત્તરપ્રદેશઃ લખનૌમાં શિક્ષકે શાળામાં વિદ્યાર્થીનીને લાફો મારતા મામલો સીધો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. જાણકારી પ્રમાણે, કૃષ્ણનગરમાં અવજ કોલેજિએટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેની ક્લાસ ટીચર દિવ્યા સિંહે હોમવર્ક ન કરવા બદલ લાફો માર્યો હતો. વિદ્યાર્થીની એ ઘરે જઈને તેની માતાને આ વિશે વાત કરી હતી. પછી બંને માતા-પુત્રીએ પોલીસ સ્ટેશને પહોંચી ટીચર વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ
અમથીબા હાઈસ્કૂલમાં શિક્ષકની દાદાગીરી, વિદ્યાર્થીઓને ચંપલ વડે માર્યો માર, CCTV Video
ઉન્નાવથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો
જાણકારી અનુસાર, ઘણા દિવસોથી લાફો મારવાની ઘટના સતત વધી રહી છે. આ પહેલા ઉન્નાવથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. અહીં પણ હોમવર્ક ન કરવા પર પાંચ વર્ષની બાળકીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. કિસ્સો અસોહા બ્લોકના ઈસ્લામનગર પ્રાથમિક વિદ્યાલયનો હતો. અહીં મહિલા શિક્ષિકાએ હોમવર્ક ન કરવા પર બાળકીને 30 સેકન્ડમાં 10 લાફા માર્યા હતા. ઘટનાનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો.
આ પણ વાંચોઃ
અમદાવાદમાં શિક્ષિકાની એક ભૂલ ભારે પડી ગઈ, સાયબર ક્રાઈમે કરી ધરપકડ
5 વર્ષની બાળકીને માર માર્યો
શાળા છૂટ્યા બાદ જ્યારે બાળકી ઘરે પહોંચી તો તેના મોં પર ગંભીર ઈજાના નિશાન હતા. પરિવારજનો તરત જ શાળાએ પહોંચ્યા અને આરોપી શિક્ષિકાને ફરિયાદ કરી હતી. તે સમયે મહીલા શિક્ષિકાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ નહી કરવાનું વચન આપ્યુ હતું.
મોડા આવવા બદલ આચાર્યે જ શિક્ષકને લાફો માર્યો
આ પહેલા ઈટાવાના આચાર્ય દ્વારા શિક્ષકને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. અહીં બહાદુરપુર લોહિયાની કમ્પોજિટ વિદ્યાલય પર મોડા પહોંચવાના કારણે આચાર્યે શિક્ષકને લાફો માર્યો હતો. શિક્ષક સંજીવ કુમારે જણાવ્યુ હતું કે, સવારે 7:20 વાગ્યે તેઓ શાળાના દ્વારે પહોંચ્યા હતા. આ વચ્ચે આચાર્યે પ્રાર્થના રોકીને રાષ્ટ્રગીત શરૂ કરાવી દીધું હતુ. જેના કારણે તેઓ દ્વાર પર જ સાવધાનની સ્થિતિમાં ઊભા રહી ગયા હતા. રાષ્ટ્રગીત પૂરુ થયા પછી તેઓ સ્કૂલે પહોંચ્યા અને આચાર્યને મોડા આવવાનુ કારણ જણાવ્યુ. જેના કારણે વિવાદ થયો હતો. શિક્ષકે અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આચાર્યએ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની સામે લાફો મારી દીધો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર