દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને સરકારી નિવાસ સ્થાન ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને કહ્યું કે તે 6 સપ્તાહમાં સરકારી રહેણાંકને ખાલી કરી દે.
સ્વામીએ બંગલો રિઅલોટ કરવાની માંગ કરી હતી
સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટેમાં અરજી દાખલ કરીને ટાઈપ 7 બંગલો રિઅલોટ કરવાની માંગ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં પોતાની ઝેડ સિક્યોરિટીનો હવાલો આપતા બંગાલાને રી-એલોટ કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તે 15 જાન્યુઆરી 2016થી આ બંગલામાં રહી રહ્યાં છે.
બંગલો અન્ય મંત્રીઓ અને સાંસદોને આપવાની આવશ્યકતાઃ કેન્દ્ર
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાનો કાર્યકાળ એપ્રિલ 2022માં સમાપ્ત થવા પર સુબ્રમણ્યમ સ્વામીએ સુરક્ષાના ખતરાને જોતા બંગલાને બીજી વખત ફાળવવા માટે અરજી કરી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારે સ્વામીની અરજીનો વિરોધ કરતા કહ્યું કે બંગલો અન્ય મંત્રીઓ અને સાંસદોને આપવાની આવશ્યકતા છે. એવામાં તેમણે બંગલો ખાલી કરી દેવો જોઈએ. જોકે હવે કોર્ટે તેમને મોટો ઝટકો આપ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર