નવી દિલ્હી: સોનાલી ફોગાટ મોત (Sonali Phogat death) કેસમાં ગોવાના કર્લીજ રેસ્ટોરન્ટ પર બૂલડોઝર ચાલશે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે શુક્રવાર સુનાવણી થવાની છે. ગોવાના કર્લવીજ રેસ્ટોરન્ટને તોડી પાડવા મામલે ગોવાના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું દાખલ કર્યું છે . આ રેસ્ટોરન્ટના વિધ્વંસને રોકવાની માંગ કરી રહેલા કર્લીજ રેસ્ટોરન્ટના માલિકે અરજીનો વિરોધ કર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરીને ગોવાના કોસ્ટલ જોન મેનેજમેન્ટ ઓથોરિટીરિટીએ કહ્યું કે કર્લીજ રેસ્ટોરન્ટ દ્વારા વ્યાપારિક ગતિવિધિઓને કરવા માટે કોઈ જ પ્રકારની પરવાનંગી લીધી નથી. સાથે જ સીઆરજેડ નિયમ સાથે કર્લીજ રેસ્ટોરન્ટ દ્વારા કાયદાની અન્યો જોગવાઈઓનો ઉલ્લંઘન પણ કર્યો છે. ગોવાના કોસ્ટલ જોન મેનેજમેન્ટ ઓર્થોરિટીએ પોતાના સોંગદનામામાં કહ્યું છે કે કર્લીજ રેસ્ટોરન્ટના માલિકોને કેસમાં નિરીક્ષણ કરવા માટે પર્યાપ્ત અવસર આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે નિરીક્ષણમાં સામેલ ના થવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
ઓથોરિટીએ કહ્યું કે કર્લીના માલિક તે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે કે રેસ્ટોન્ટ 1991થી પહેલા બન્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. જણાવી દઈએ કે, કર્લીઝ નામનું રેસ્ટોરન્ટ ગોવાના ઉત્તરના પ્રસિદ્ધ અંજુના બીચ પર આવેલું છે. બીજેપી નેતા સોનાલી ફોગાટના મોતના કેસમાં આ રેસ્ટરન્ટ સમાચારોમાં ચમક્યું છે. અસલમાં મોતના કેટલાક કલાકો પછી ફોગાટ આ રેસ્ટોરન્ટમાં જ પાર્ટી કરી રહ્યાં હતા.
સુપ્રીમ કોર્ટે તોડફોડ પર લગાવ્યો છે પ્રતિબંધ
જણાવી દઈએ કે, પાછલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કર્લીજ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવાને લઈને પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે તેવા સમયે પ્રતિબંધ લગાવ્યો છે જ્યારે ગોવા સરકાર ભારતીય જનતા પાર્ટીની હરિયાણા એકમની નેતા સોનાલી ફોગાટની મોત સાથે જોડાયેલા વિવાદિત રેસ્ટોરન્ટને સીઆરજેડના (બીચ અંગેના નિયમો)નિયમોના ઉલ્લંઘનના કારણે તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી ચૂકી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર